મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના મુકામે ભગવતી હૉલ ખાતે બગથળા હાઈસ્કુલના ૧૯૭૬ ની સાલના એસ.એસ.સી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજનોનું ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા વર્ષોમાં અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ટી.એમ.પંડયા, આર.ટી. મેવા સહિતના ગુરુજનો આ તકે હાજર રહ્યા હતા અને તમામ મહાનુભાવોએ વીતેલા સંસ્મરણોની યાદ તાજી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા સહાધ્યાયીઓનો કેશવજીભાઇ ગોવિંદભાઇ સરડવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયા અને સુરેશભાઈ નાગપરા દ્વારા કરવામાં આવેલ હતું
