મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
માળીયા (મીં)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૮૮ ટકા
SHARE









માળીયા (મીં)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૮૮ ટકા
તાજેતરમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં માળીયા (મીં) તાલુકાના મોટીબરાર ગાએમ આવેલ મોડેલ સ્કૂલનું શાળાના વિદ્યાર્થીઓની મહેનતથી શ્રેષ્ઠ પરિણામ પરિણામ આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા (મીં)ના મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલનું ૯૬.૮૮ ટકા પરિણામ આવ્યું છે. અને શાળામાંથી કુલ ૩૨ વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી ૩૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ધો. ૧૨ ની વિદ્યાર્થી વિંજવાડીયા જ્યોતિ ૯૮.૯૨ પીઆર સાથે પ્રથમ, ખડોલા વંશિકા ૯૬.૩૯ પીઆર સાથે દ્વિતિય અને બાવળીયા પુરી ૯૪.૮૫ પીઆર સાથે તૃતિય ક્રમાંક મેળવેલ છે. જેથી કરીને શાળાને ગૌરવાન્વિત કરનાર વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા
