મોરબીના પાનેલી ગામની શાળામાં ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષા રોપણ કરાયું
વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં તસ્કરોને ઝેર કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ
SHARE









વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં તસ્કરોને ઝેર કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના હળવદ તાલુકાના છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો ઘમરોળી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૫ જેટલી નાના મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે જે પૈકીની કેટલીક ચોરીઓની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે પરંતુ હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે જેથી કરીને પોલીસ તેને પકડવા માટે તજવીજ કરી રહી છે જોકે વાંકાનેર તાલુકાની અંદર વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોરીની ઘટનાઓ ન બને તે માટે થઈને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારોની અંદર હોમગાર્ડ અને પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકાની અંદર ચોરીની ઘટનાઓ છેલ્લા દિવસોમાં બની નથી જો કે, આગામી દિવસોમાં ચોરીની ઘટના ન બને તે માટે થઈને હાલ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
