માળીયા (મીં)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૮૮ ટકા
મોરબીના પાનેલી ગામની શાળામાં ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષા રોપણ કરાયું
SHARE









મોરબીના પાનેલી ગામની શાળામાં ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષા રોપણ કરાયું
મોરબી જીલ્લાની પ્રકૃતિપ્રેમી સંસ્થા ટીમ ગ્રીન આર્મી દ્વારા देश हमे देता है सब कुछ हम भी तो कुछ देना सीखे આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રકૃતિ માતાના ખોળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેંજ મોરબી એસ.બી.ભરવાડ, પાનેલી ગામના સરપંચ હડિયલ ગૌતમભાઈ કરમશીભાઈ, ઉપ સરપંચ પરસાડીયા રાજુભાઇ માધાભાઈ, એસએમસી અધ્યક્ષ નકુમ રિમ્પલબેન અનિલભાઈ, ગામના શિક્ષક તેમજ સામાજિક આગેવાન ભગવાનજીભાઈ ખાણધાર, શાળાના શિક્ષક ગૌતમભાઈ, તેમજ ટીમ ગ્રીન આર્મી મીરબીમાંથી કિરીટભાઈ પરેચા, હિતેષ પાંચોટીયા, રમીઝ હિંગોરજા, મેહુલ દેથરીયા, વિપુલભાઈ કડીવાર, સાગરભાઈ કડીવાર, સૈલાબ સુમરા, જેસંગભાઇ વગેરે હાજર રહ્યા હતા
