વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં તસ્કરોને ઝેર કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ
મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત
SHARE









મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત
મોરબી નગરપાલિકા દ્વારા લોકોએન રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવીને ત્યારે રજડતા ઢોરને પકડીને મૂકવામાં આવે છે તેના નિભાવ માટે દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેથી કરીને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રજડતા ઢોરની સમસ્યા હતી તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો ન હતો જો કે, પાલિકાના વર્તમાન પ્રમુખ કે.કે. પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેની ટીમ દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખા ગુજરાતમાં એક માત્ર મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘરનું સંચાલન કરવામાં આવે છે આ નંદીઘરમાં આજની તારીખે ૨૨૦૦ જેટલા ગૌ વંશોનો નિભાવ કરવામાં આવી રહયો છે જેના માટે મોરબીમાં બજરંગ ધૂન મંડળ, ધક્કા વાળી મેલડી માતાજી મંદિર, શામજીભાઈ રંગપરિયા, વિનુભાઇ રૂપાલા સહિતના દાતાઓ દ્વારા અવિરત પણે દાન આપવામાં આવે છે જેથી કરીને આ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ પંચાસર રોડે બનાવવામાં આવેલા નંદીઘર ખાતે રાખવામા આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ તેમજ તમામ ચેરમેન અને સદસ્યઓ તથા પાલિકાના અધિકારીઑ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા
