હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી


SHARE

















મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને આ વર્ષે એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી પાસ થયા છે

આજે ધો.૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વર્ષો ૨૦૨૧-૨૨ માટે નોંધાયેલા ધો ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને જો વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ ઉપર નજર કરીએ તો આ વર્ષે એ-વન ગ્રેડમાં ૩૦૪, એ-ટુ ગ્રેડમાં ૧૨૨૬બી-વન ગ્રેડમાં ૧૭૭૦બી-ટુ ગ્રેડમાં ૨૧૨૮ વિદ્યાર્થી પાસ થયા છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં ધો ૧૦ ના પરિણામમાં વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લો સાતમાં કર્મે હતો જે ચાલુ વર્ષે બીજા ક્રમે પહોચી ગયો છે અને જો સ્કુલના પરિણામની વાત કરીએ તો ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ હોય તેવી ૧૩ શાળા અને ઝીરો પરિણામ વળી જીલ્લામાં આ વર્ષે એક શાળા છે મોરબી જીલ્લામાં અધ્યત્ન શાળાઓ મોરબીમાં આવેલ છે જો કે, ધો. ૧૦ ના પરિણામાં આ શાળાઓને પાછળ રાખીને ટંકારા અને વાંકાનેર તાલુકાનાં કેન્દ્રનું પરિણામ ખુબજ શરૂ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે સિંધાવદર ૮૪.૩૦ ટકા, વિજા ક્રમે પીપળીયા રાજ ૮૪.૧૭ અને ત્રીજા ક્રમે ટંકારા ૮૨.૧૨ ટકા સાથે આવેલ છે




Latest News