મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી
હવે વાંકાનેરના રાતાવીરડા ગામેથી બાળકનું અપહરણ
SHARE









હવે વાંકાનેરના રાતાવીરડા ગામેથી બાળકનું અપહરણ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવીરડા ગામે કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ભીલ પરિવારના બાળકનું અપહરણ કરવામાં આવેલ હોય ભોગ બનેલ બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અપ્હત બાળકની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતાવિડા ગામે આવેલ શ્યામ કોલ નામના કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ લીંબ્બી તાલુકો મનાવર જીલ્લો ધાર મધ્યપ્રદેશના વતની પવનભાઈ કૈલાશભાઈ નીંગવાલે જાતે ભીલ નામના ૨૮ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશને આવીને જાણ કરી હતી કે તેમનો સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિક ગત તા.૩-૬ ના બપોરના એકાદ વાગ્યાથી ત્રણેક વાગ્યા દરમિયાનમાં ગુમ થઈ ગયો છે અને તેઓએ ધરમેળે રીતીકની શોધખોળ કરવા છતાં પણ બાળકનો પત્તો લાગ્યો ન હોય અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.ગઈકાલે પોલીસને જાણ કરવામાં આવતા પવનભાઈ ભીલની ફરિયાદ ઉપરથી તેમના સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિકનું અપહરણ થયું હોય આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કલમ ૩૬૩ હેઠળ અપહરણના ગુનાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેની તપાસ પીએસઆઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે મોરબીના ઘૂંટુ ગામે મામાના ઘેર આવેલ ભાણેજનું બાજુની સોસાયટીમાં રહેતા દુકાનદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો બન્યો હતો અને આ બાળક જામનગર ખાતેથી આરોપી સાથે હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.દરમિયાનમાં મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે કોલસાના કારખાનામાં રહેતા એમપીના મજૂર પરિવારના બાળકનું અપહરણ થયું હોય આ અંગે પોલીસે નોંધ કરી છે અને તે અંગે આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે ખેતરે ઝેરી દવા પી જવાથી રોહિત કાળુભાઈ સોલંકી નામના ૧૯ વર્ષીય યુવાને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે કચ્છના સામખયાળી વિસ્તારમાં રહેતા દુર્ગાપ્રસાદ છબીલદાસ ચૌહાણ નામના ૨૦ વર્ષીય યુવાનને મોરબીના માળીયા નજીકના લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
