મોરબી જીલ્લામાં બી.પી.એલ.ની વ્યાખ્યામાં ન આવતા પરિવારોના રાશન કાર્ડ બંધ કરવા સીએમને રજૂઆત
SHARE









મોરબી જીલ્લામાં બી.પી.એલ.ની વ્યાખ્યામાં ન આવતા પરિવારોના રાશન કાર્ડ બંધ કરવા સીએમને રજૂઆત
મોરબી જીલ્લામાં ઘણા પરિવારો આજની તારીખે પણ સસ્તા અનાજની દુકાનેથી વસ્તુ લઈને ઘરનું ગુજરાન ચલાવે છે જો આવા પરિવારના કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવે તો તેની મુશ્કેલી વધે તેમ છે જેથી કરીને યોગ્ય તપાસ કરીને અધિકારી દ્વારા બી.પી.એલ.ની વ્યાખ્યામાં ન આવતા પરિવારોના કાર્ડ બંધ કરવામાં આવે અને જરૂરતમંદ પરિવારોને રશનની વસ્તુઓ મળતી રહે તેવી વ્યવસ્થા કરવા માટે કોંગ્રેસનાં આગેવાને સીએમને રજૂઆત કરેલ છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તાજેતરમાં સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે કે, રેશનકાર્ડ ધારક પાસે નાના મોટા વાહન હોય કે રીટર્ન ભરતા હોય અને ૧૦,૦૦૦ થી વધુ આવક હોય તેવા રેશનકાર્ડ ધારકોના કાર્ડ કમી કરવામાં આવશે પણ કોઈને પણ નાનીમોટી બેન્ક લોન લેવી હોય તો ફરજિયાત રિટર્ન ભરવુ પડે છે અને પછી તેની આવક હોઈ કે ન હોય અને દરેક લોકોને રિટર્ન કઢાવવામાંથી હજાર દોઢ હજારનો ખર્ચ થાય છે તો આવા નિયમો પ્રજા માટે ભારે મુશ્કેલી ઉભી કરે છે અને રેશનધારકો કોઈ મોટા ધંધાર્થી કે જમીનદાર નથી માંડ નાના મોટો ધંધો કરી ઘર ચલાવે છે અને રેશનમાં સરકાર દ્વારા મળતા રાશનથી નિભાવ કરે છે ત્યારે હાલના પરિપત્રથી મોટી ગુંચવડ ઊભી થયેલ છે
વધુમાં કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે, જવાબદાર અધિકારી દ્વારા લોકો શા માટે રિર્ટન ભારે છે તેની વાસ્તવિકતા તપાસવામાં આવે તે જરૂરી છે અને રેશનકાર્ડ કમી કરવાના પગલા લેવા જોઈએ પણ જે લોકો ખરેખર જરૂરતમંદ પરિવારોના છે તે અનાજ અને રાશન વિહોણા બની જાય તે રીતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરેલ છે જો આડેધડ કામ કરવામાં આવશે તો ઘણા રેશનકારકો કે જે સસ્તા અનાજની દુકાનેથી વસ્તુ લઈને ઘરનું ગુજરાન ચલાવે છે તેવો રઝળતા થઈ જશે અને આ મોંઘવારીમાં તેઓ ટકી શકશે નહિ જેથી સરકાર દ્વારા રેશનકાર્ડ પર મળતો પુરવઠો ઘરસંસાર અને કુટુંબ ચલાવવા માટે જે પરિવારને આશિર્વાદરૂપ છે તેને વસ્તુ આપવાનું ચાલુ જ રાખવામા આવે તે અનિવાર્ય છે અને જે પરિવારો બી.પી.એલ.ની વ્યાખ્યામાં આવતા નથી તેના કાર્ડ બંધ કરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરેલ છે
