મોરબી જીલ્લામાં બી.પી.એલ.ની વ્યાખ્યામાં ન આવતા પરિવારોના રાશન કાર્ડ બંધ કરવા સીએમને રજૂઆત
મોરબીની અજંતા ક્લોક પાસે વાહન અકસ્માતમાં ૫ ને ઇજા
SHARE









મોરબીની અજંતા ક્લોક પાસે વાહન અકસ્માતમાં ૫ ને ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી મનાલી મનસુખભાઈ પરમાર (૨૧), વૈશાલી ખીમજીભાઈ સાગઠીયા (૨૩), કિરણ કિશોરભાઈ સાગઠીયા (૨૨) રહે.ત્રણેય નવલગઢ તેમજ અલ્તાફ અનવર ઘાંચી (૩૬) રહે.જોન્સનગર મોરબી અને ઇનાયત કાસમ સંધી (૩૫) રહે.જામનગર એમ પાંચ લોકોને ઈજાઓ થયેલી હોય સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
હુમલાખોરો પકડાયા
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલી ફરીયાદને આધારે એ ડિવિઝન પીએસઆઈ આર.પી.રાણા દ્વારા ડેનીસ ઉર્ફે ડેનીયો કિશોર મિસ્ત્રી (૨૩) રહે રિદ્ધિ-સિદ્ધિ એપાર્મેન્ટ બાપુનગર કાંટા પાસે ગોંડલ ચોકડી રાજકોટ મૂળ રહે.શિવ સોસાયટી કાલીકા પ્લોટ મોરબી, રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા કોળી (૨૩) રહે. વજેપર મોરબી, ઈરફાન કરીમ પારડી (૨૩) રહે.શિવ સોસાયટી નર્મદા હોલ પાસે મોરબી, અક્ષય ઉર્ફે ભોલો કિશોર કથરેચા મિસ્ત્રી (૨૭) રહે.રિદ્ધિ-સિદ્ધિ એપાર્મેન્ટ બાપુનગર કાંટા પાસે ગોંડલ ચોકડી રાજકોટ મૂળ રહે.શિવ સોસાયટી કાલીકા પ્લોટ મોરબી તેમજ હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંહ ખીંચી સરદાર (૨૧) રહે.વીશીપરા મોરબી અને અરમાન દાઉદ પલેજા (૧૮) રહે.કાલીકા પ્લોટ મોરબીની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
પશુ અતીક્રમણના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના નગીનદાસ નિમાવત દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં મોરબીના અમરેલી રોડ ઉપર પશુઓ ભરીને જતા વાહનનો ચાલક કે જે ડ્રાઇવર જેતે સમયે વાહન છોડીને ભાગી ગયો હોય તે ડ્રાઇવર ઇસ્માઇલશા જમાલશા શેખ મુસ્લિમ (૨૭) રહે.શેખટીંબો અમરાઇ ફળિયા અંજાર (કચ્છ) વાળાની પશુ અતિક્રમણના ગુનામાં ધરપકડ કરેલ છે.
