ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જનતા ક્લાસીસનો વિદ્યાર્થી હિમાંશુ ગોવાણી ગુજરાતમાં ધો. ૧૨ કોમર્સમા આંકડાશાસ્ત્રમા પ્રથમ-એકાઉન્ટમા દ્વિતીય


SHARE

















મોરબી જનતા ક્લાસીસનો વિદ્યાર્થી હિમાંશુ ગોવાણી ગુજરાતમાં ધો. ૧૨ કોમર્સમા આંકડાશાસ્ત્રમા પ્રથમ-એકાઉન્ટમા દ્વિતીય

મોરબી શહેર મા શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધો. ૧૨ કોમર્સ (G.H.S.E.B.) મા સમગ્ર ગુજરાત બોર્ડમા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી ઉચ્ચ પરિણામોની ક્લાસીસની પરંપરાને જીવંત રાખી છે.

મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે ૪૭ વર્ષના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા ૧૫ વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસના ધો-૧૨ કોમર્સના વિદ્યાર્થી હિમાંશુ સંજયભાઈ ગોવાણીએ ૯૯.૮૭ પી.આર. સાથે આંકડાશાસ્ત્રમા સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ તેમજ એકાઉન્ટમા દ્વિતીય સ્થાન મેળવ્યુ છે. તે ઉપરાંત કાવ્ય ભાવેશભાઈ ભોજાણીએ ૯૭.૪૫ પી.આર., ક્રિષ્ના બાલુભાઈ અઘારાએ ૯૬.૨૮ પી.આર., કર્તવી દીપેશભાઈ સંઘવીએ ૯૪.૫૫ પી.આર., માનસી સંજયભાઈ સોમૈયાએ ૯૪.૨૫ પી.આર., ભવ્ય મણીલાલ શેરસીયાએ ૯૩.૬૧ પી.આર., પ્રિયા કમલેશભાઈ વડસોલાએ ૯૨.૪૦ પી.આર., રીધ્ધીબા ભગીરથસિંહ જાડેજાએ ૯૨.૪૦ પી.આર. પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

મોરબી જનતા ક્લાસીસના વિદ્યાર્થી અભી મુકેશભાઈ ચારોલા કે જેમણે વર્ષ ૨૦૨૦-૨૧ મા ધો-૧૧ સાયન્સમા અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ વર્ષ ૨૦૨૧-૨૨ મા ધો-૧૨ કોમર્સની પરીક્ષા આપી હતી જેને પ્રથમ પ્રયત્ને ઉતિર્ણ થઈ O.C મા ૧૦૦ માંથી ૯૦, સ્ટેટીસ્ટીક્સ મા ૧૦૦ માંથી ૮૧, એકાઉન્ટ્સ મા ૧૦૦ માંથી ૮૪, S.p. & C.c મા ૧૦૦ માંથી ૯૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી મા શૈક્ષણિક ક્ષેત્રે નવો વિક્રમ સર્જ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમય થી શિક્ષણ પ્રદાન કરવા મા આવી રહ્યુ છે

ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના ધો-૧૨ કોમર્સ (G.S.E.B.) ના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્ય મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો-૧૧ કોમર્સ, B.com., B.B.A. મા કલાસિસમાં પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ નિર્મિત કક્કડે જણાવ્યુ છે




Latest News