હળવદ નજીક થયેલ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનું સારવારમાં મોત
મોરબીમાં દારૂ પીધા બાદ બેભાન હાલતમાં યુવાનનું મોત
SHARE









મોરબીમાં દારૂ પીધા બાદ બેભાન હાલતમાં યુવાનનું મોત
મોરબીના વીસીપરા પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો યુવાન દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય દારૂ પીધો હતો અને દારૂ પીધા બાદ બેભાન થઇ જતાં તેને અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જેને રાજકોટ ખસેડવા જણાવ્યું હતું પરંતુ પરિવાર તેને ઘરે લઈ જતા ત્યાં ઘરે યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વીસીપરા નજીક આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા ફારૂકભાઇ જાકમભાઇ ભટ્ટી નામના ૩૫ વર્ષીય યુવાનને તેના ઘેર દારૂ પી લેવાથી બેભાન થઈ ગયેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં પ્રાથમિક સારવાર આપીને તબીબો દ્વારા યુવાનને રાજકોટ ખસેડવા માટે જણાવવામાં આવ્યુ હતુ.જોકે પરિવાર દ્વારા ફારૂકભાઇને ઘરે લઈ જવામાં આવતા ત્યાં ઘરે ફારૂકભાઇનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન દિલીપભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી જેથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેષભાઇ મકવાણા દ્વારા કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.જયારે મોરબીના રોહીદાસપરા વિશીપરા નજીકના વિસ્તારમાં રહેતા ચંદુભાઈ ભવાનભાઈ કાટીયા નામના ૩૩ વર્ષીય યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.
બાળકી સારવારમાં
કચ્છના શિકારપુર વિસ્તારની રહેવાસી ખુશ્બુબાનુ દિલાવરભાઈ કાજળીયા નામની ૧૦ વર્ષીય બાળકી મોટર સાયકલમાં પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તે બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેણીને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ મોરબીના જેતપર રોડ ઉપર પીપળી નજીક શિવપાર્કની પાસે આવેલ ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા ભારતીબેન અનિલભાઈ ચાવડા નામની ૨૮ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર બેભાન થઇ જતાં તેણીને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જે.પી.કણસાગરા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
