મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા


SHARE









મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 12 કોમર્સના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે કંઝારિયા ભાવિક(દોશી હાઇસ્કુલ) 98.52, બીજા ક્રમે રત્નાણી ભાવિશા(સ.વ.પ) 98.40 અને ત્રીજા ક્રમે શેઠ વિશ્રુતિ(ડી.જે.પી.) 98.19 આવેલ છે.જયારે A1 માં 8 વિદ્યાર્થીઓ, A2 માં 7 વિદ્યાર્થીઓ, B1 માં 3 વિદ્યાર્થીઓ, B2 માં 2 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.તેમજ પરમાર પાર્થે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100, રાજકોટિયા હસ્તીએ અર્થશાસ્ત્રમાં 97, રત્નાણી ભાવીશાએ બીએમાં 96, ગોસ્વામી નીહાલગીરીએ નામામાં 94, શેઠ વિશ્રૃતિએ એસપીસીસીમાં  94, દલ અર્શિયાએ અંગ્રેજીમાં 84 અને જોષી પુજાએ ગુજરાતીમાં 84 માર્ક પ્રાપ્ત કરીને કલાસીસનું તેમજ તેમના પરીવારનું નામ રોશન કર્યુ હોય સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ ઉચ્ચ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 10 ના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે પંડિત ધાત્રી (શિશુમંદિર) 99.90 PR, બીજા ક્રમે રાધનપરા ભવ્ય (ઓમ શાંતી) 98.79 PR અને ત્રીજા ક્રમે જેઠવા કાવ્યા (શિશુમંદિર) 97.76 PR આવેલ છે.તેમજ A1 માં 11 વિદ્યાર્થીઓ તેમજ A2 માં 5 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.જયારે પંડિત ધાત્રીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળ્યા હતા.




Latest News