મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા
મોરબીમાં લગ્ન પ્રસંગમાં યુવાને કર્યો પત્ની, સાળા તથા સસરા ઉપર છરી વડે હુમલો : રાજકોટ ખસેડાયા
SHARE









મોરબીમાં લગ્ન પ્રસંગમાં યુવાને કર્યો પત્ની, સાળા તથા સસરા ઉપર છરી વડે હુમલો : રાજકોટ ખસેડાયા
મોરબીના વીસીપરા નજીક આવેલ રણછોડનગર વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાસે ગઈકાલે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઢીકાપાટુની મારામારી બાદ છરી વડે હુમલો કરવામાં આવતા હુમલો કરનારની પત્ની તેના સસરા અને સાળાને ઇજાઓ પહોંચી હોય અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ત્રણેયને રાજકોટ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારના સાંઈબાબા મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી ફતેમામદ અલ્લારખ્ખા ખોડ (૬૫), સલમાબેન ઈમરાનભાઈ જેડા (૨૭) રહે.બંને રણછોડનગર મોરબી તેમજ આસિફ ફતેમામદ ખોડ (૩૨) રહે.મદીના સોસાયટી મોરબીને ઈજાઓ પહોંચતા ત્રણેયની અહિની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સલમાનબેનના મામાની દીકરીના લગ્ન હોય તેઓ ત્યાં ગયા હતા અને તે દરમ્યાન ત્યાં તેઓના (સલમાબેનના) પતિ ઇમરાન દ્વારા કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઇમરાને પોતાની પત્ની સલમાબેન ઉપર તેમજ સસરા ફતેમામદ અને સાળા આસીફ ફતેમામદ ઉપર હુમલો કર્યો હતો અને છરી વડે કરવામાં આવેલા હુમલામાં ઈજા થવાથી તેઓને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવના કારણ અંગે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવતી મોરબીમાંથી મળી આવી
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહેસાણાના નાનીદાઉ વિસ્તારના મોહનપુરા ગામની વતની નિકીતાબેન માલજીભાઇ ઠાકોર નામની યુવતી ગુમ થઇ ગઇ હતી જેથી ત્યાં ફરિયાદ નોંધાવા પામી હતી. દરમ્યાનમાં મહેસાણા પોલીસ બાતમીના આધારે મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસને સાથે રાખીને મોરબીના બગથળા ગામે આવેલ વાસી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીમાં સર્ચ કરતાં ત્યાંથી ગુમ થયેલ નિકીતાબેન દિવ્યાંશુ જયંતીભાઈ પટેલ રહે.વાલન તાલુકો વિસનગર જી.મહેસાણા વાળા સાથે મળી આવતાં હાલ બંનેને તપાસના કામે મહેસાણા લઈ જવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મારામારીના ગુનામાં ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સામસામે મારામારી થયા બાદ સામસામી ફરીયાદો નોંધાઈ હતી.જેમાં બે દિવસ પહેલાં બી ડિવિઝન પોલીસ દ્વારા ૧૭ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે રમેશ મગન ટીડાણી (૫૦) અને લાલજી મોહન પાટડીયા (૫૧) અને સંજય ઉર્ફે ટીટી શામજી ઝિંઝુવાડીયા કોળી (૩૨) રહે.ત્રણેય ત્રાજપર મોરબી-૨ વાળાઓની મારામારીના બનાવમાં રાયોટીંગ સહીતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
