મોરબીમાં લગ્ન પ્રસંગમાં યુવાને કર્યો પત્ની, સાળા તથા સસરા ઉપર છરી વડે હુમલો : રાજકોટ ખસેડાયા
મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ
SHARE









મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ
રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાજકોટના માજી કોર્પોરેટર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત છ સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ખોટા ખાતેદાર બનેલ મહિલા સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ જમીન મકાન લેવેચનું કામ કરતાં અને રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’ ખાતે રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (૪૬)એ વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે. બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા.૧૭/૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી આ ગુનામાં પોલીસે હાલમાં ખોટા ખાતેદાર નયનાબેન પ્રવીણભાઈ ચાવડા જાતે સતવાર (૪૫) રહે. વજેપર શેરી નંબર-૮, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ (૩૦) રહે. ભગવતી હૉલ પાછળ મઘરની વાડી વાવડી રોડ મોરબી અને મનસુખભાઇ ધનજીભાઇ પરમાર (૪૪) રહે. બોની પાર્ક રવાપર વાળાની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
