મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ
ટંકારાના હરબટીયાળી ગામની બહેનોનું સહિયર ક્લાવૃંદ ગૃપ કલામહાકુંભમાં પ્રદેશ કક્ષાએ ઝળકયું
SHARE









ટંકારાના હરબટીયાળી ગામની બહેનોનું સહિયર ક્લાવૃંદ ગૃપ કલામહાકુંભમાં પ્રદેશ કક્ષાએ ઝળકયું
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામનું બહેનોનું સહિયર ક્લાવૃંદ ગ્રુપ અનુક્રમે તાલુકા, જિલ્લામાં કલામહાકુંભમાં ઓપન રાસ સ્પર્ધામાં ભાગ લઈ તા.૬-૬ ના રોજ વડોદરા મુકામે પ્રદેશ કક્ષાના કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હરબટીયાળી ગામનું નામ રોશન કર્યું હતું.આ તકે ગામના સરપંચ સરોજબહેન દેવરાજભાઈ સંઘાણીએ તેમજ ગામના અન્ય આગેવાનો, વડીલોએ ઐ સહિયર ક્લાવૃંદની તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.બહેનોના રાસની કોરિયોગ્રાફી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબહેને કર્યું હતું. તથા સહાયક સરોજબહેન સંઘાણી અને ધનજીભાઈ સંઘાણી તેમજ પિત્રોડા રસિકભાઈએ સેવા આપી હતી.
