અનોખી સિધ્ધી: મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૧.૮૫ લાખ જેટલા ઘરે ૧૦૦ ટકા નળ જોડાણ
હળવદના ચરાડવામાં ઘરમાં ઘૂસેલા શખ્સને મહિલાઓએ રંગેહાથે ઝડપી લીધો !
SHARE









હળવદના ચરાડવામાં ઘરમાં ઘૂસેલા શખ્સને મહિલાઓએ રંગેહાથે ઝડપી લીધો !
હળવદ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો બની રહ્યા છે જેથી કરીને લોકો પણ હાલમાં રાત ઉજાગરા કરી રહ્યા છે તેવામાં ચરાડવા ગામે ધોળે દિવસે એક મકાનમાં એક શખ્સ ઘૂસયો હતો જેને મહિલાઓએ પકડીને માર માર્યો હતો અને ત્યાં બાદ પોલીસને હવાલે કરેલ છે અને આ બનાવની વાયુવેગે વાત ફેલાઈ જતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ગ્રામજનોએ ચરાડવા ગામે પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
હળવદ તાલુકામાં તસ્કર રાતે ચોરીઓ કરી રહ્યા હતા તે ઘટના હજુ તાજી છે ત્યાં ધોળે દિવસે ચરાડવા ગામે એક મકાનમાં ચોરી કરવા માટે તસ્કર ઘૂસયો હતો ત્યારે સ્થાનિક મહિલાઓએ તેને પકડી લીધો હતો અને વાયુવેગે વાત ફેલાઈ જતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા ત્યારે પકડાયેલા ગામના જ શખ્સને મેથી પાક લોકોએ ચાખડ્યો હતો અને ત્યાર બાદ આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘરમાંથી પકડાયેલા શખ્સને લઈને પોલીસ જય રહી હતી ત્યારે ગામના લોકોએ ચરાડવા ગામે પોલીસ ચોકી શરૂ કરવાની માંગ સાથે પોલીસને જ ઘેરી લીધી હતી
