મોરબીના પત્રકાર એસો. દ્વારા રાજકોટમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન મુદે સીએમને આવેદનપત્ર
અનોખી સિધ્ધી: મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૧.૮૫ લાખ જેટલા ઘરે ૧૦૦ ટકા નળ જોડાણ
SHARE









અનોખી સિધ્ધી: મોરબી જિલ્લાના પાંચ તાલુકાના ૧.૮૫ લાખ જેટલા ઘરે ૧૦૦ ટકા નળ જોડાણ
‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલે નલ સે જલ અભિયાન. જીવન અમૃત એવા પાણીને ઘર-ઘર સુધી પહોંચાડવાના ભગીરથ ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો. એ મિશનના પરિણામ સ્વરૂપ મોરબી જિલ્લો ગ્રામીણ સ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે.
ગુજરાતના વિકાસ પથ પર કદમ સાથે કદમ મિલાવીને દોડી રહેલા મોરબી જિલ્લામાં આ યોજનાના પ્રારંભે ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ની સ્થિતિએ ૩૪૨ ગામડાના કુલ ૧,૮૫,૧૦૦ જેટલા ઘરમાંથી ૧,૭૦,૭૪૭ ઘર નળ જોડાણ ધરાવતા હતા એટલે કે ૯૨.૨૫ ટકા નળ કનેક્શન હતા. નલ સે જલ અંતર્ગત પાણીનું જોડાણ પહોંચાડવામાં બાકી રહેલા ૧૪,૩૫૩ ઘરને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા અને છેવાડાના ગામડાઓમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું જેથી મોરબી જિલ્લો ૧૦૦ ટકા હર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે
સરકાર દ્વારા ૫,૬૫,૩૧,૫૭૫ જેટલી અંદાજિત રકમની ૫૦ જેટલી યોજનાઓ અમલી બનાવવામાં આવી અને વાસ્મો લાગી ગયું આ ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાના કાર્યમાં. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ મોરબી જિલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં દરેક ઘરે નળ જોડાણ મળે તે હેતુથી હયાત તથા વિસ્તારવાની કે વિકસાવવાની સુવિધા બાબતે સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચઓ, તલાટીઓ તથા પાણી સમિતિઓને સાથે રાખી વાસ્મોની ટીમ દ્વારા જરૂરિયાત મુજબ લોકભાગીદારી આધારિત યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું અને આવી રહ્યું છે. આમ, મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૪૨ ગામના ૧,૮૫,૧૦૦ ઘરને સો ટકા નળ જોડાણ આપવાનું આ અભિયાન સાર્થક બન્યું. નળ કનેક્શન દ્વારા પાણી સીધું પહોંચ્યું લોકોના ઘર સુધી જેથી, માથે બેડાં સાથે નારીની વ્યથા પણ હવે ભૂતકાળ બની છે.
રાષ્ટ્રીય પારિતોષિક માટે નોંધણી
માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક” યોજના અમલમાં છે. જે અન્વયે “રાષ્ટ્રીય પારિતોષિક – ૨૦૨૨” માટે સ્વ-નામાંકન કરવા ઈચ્છુક શિક્ષકોએ તા.૨૦ સુધીમાં પોતાના નામની નોંધણી MHRDના વેબસાઈટ (http://nationalawardstoteachers.education.gov.in) પર જરૂરી સૂચનાઓ અનુસાર ઓનલાઈન દરખાસ્ત કરી શકશે. જેની મોરબી જિલ્લામાં સરકારી/અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી–મોરબીની યાદીમાં જણાવાયું છે.
