હળવદના ચરાડવામાં ઘરમાં ઘૂસેલા શખ્સને મહિલાઓએ રંગેહાથે ઝડપી લીધો !
ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ
SHARE









ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ
મોરબી પંથકમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો. 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વખતે પણ નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓને ધો.10 માં એ-વન ગ્રેડ આવેલ છે
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો.10 ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જો કે, મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયનું ધો.10નું પરિણામ 98.38 ટકા આવ્યું છે અને નવયુગ સ્કૂલના કુલ મળીને 14 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે જેમાં નવયુગ વિદ્યાલયના ગૌસ્વામી વિધેશપુરીને 99.95 પીઆર, સંતોકી તરંગને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણને 99.88 પીઆર, કૈલા તન્વીને 99.88 પીઆર, સીણોજીયા હેનિલને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીને 99.54 પીઆર, જીવાણી જાનવીને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાને 99.46 પીઆર, મેરજા દર્શીતાને 99.46 પીઆર, ગામી મંથનને 99.26 પીઆર, અમૃતિયા હેતને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતને 98.79 પીઆર આવેલ છે જેથી એ-વન ગ્રેડ મેળનારા સહિતના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવીને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.
