મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મહારાણા પ્રતાપ સોસાયટી પાસે બાઇક સ્લીપ થતાં ફૂટપાથ સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE

















મોરબીની મહારાણા પ્રતાપ સોસાયટી પાસે બાઇક સ્લીપ થતાં ફૂટપાથ સાથે માથું અથડાતાં યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીચે પટકાયેલા યુવાનનું માથું ફૂટપાથ સાથે ભટકાયું હતું અને તેને માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાલપર ગામ પાસે સિરામિક સિટી એફ-૧ બ્લોક નંબર ૧૦૨ માં રહેતા મોહિતકુમાર નંદકિશોર શ્રીવાસ (૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩ એચસી ૫૨૦૩ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઇ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું અને મોહિતકુમારનું માથું રોડ સાઈડમાં આવેલ ફૂટપાથ સાથે અથડાયું હતું જેથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ રોહિતભાઈ નંદકિશોર શ્રીવાસ (૨૫) રહે. સિરામિક સિટી વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના રામગઢ કોયલી ગામે રહેતી કિંજલ પરબતભાઇ નાયકા (૧૮) નામની યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જે.કે. અઘારા તપાસ કરી રહયા છે




Latest News