મોરબીની મહારાણા પ્રતાપ સોસાયટી પાસે બાઇક સ્લીપ થતાં ફૂટપાથ સાથે માથું અથડાતાં યુવાનનું મોત
વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો
SHARE









વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો
વાંકાનેરના જેતપરડા ગામે રહેતા યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં ઇલ્મુદીનભાઇ અબ્દુલભાઇ શેરસીયા જાતે મોમીન (૩૫)એ હાલમાં ભુપતભાઈ શામજીભાઈ નંદાસણીયા રહે જેતપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જેતપરડા ગામે જાલી રોડ ઉપર પાણીના સંપ પાસે તેઓ હતા ત્યારે તેઓની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને ભુપતભાઈ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે ભુપતભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ ગાળો આપીને યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અક્સમાતમાં ઇજા
મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે અકસ્માતના બનાવમાં કેતનભાઇ સુરેશભાઇ પ્રજાપતિ (ઉંમર ૨૦) રહે. થાન વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
