માળીયા (મિ)ના નાના દહીસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના ભરતનગર પાસે ટ્રકનો ઓવરટેક કરવા જતાં કચડાઈ જવાથી બાઇક ચાલક આધેડનું મોત
SHARE









મોરબીના ભરતનગર પાસે ટ્રકનો ઓવરટેક કરવા જતાં કચડાઈ જવાથી બાઇક ચાલક આધેડનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આધેડ ખોખરા હનુમાનથી ભરત નગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઈને પસાર થતા હતા ત્યારે ટ્રેકનો ઓવરટેક કરવા જતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ટ્રકના તોતિંગ વ્હીલ તેના ઉપરથી ફરી વળ્યા હતા જેથી આધેડનું મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સ્મશાન પાસે રહેતા અજીતભાઈ ભવાનભાઈ વડાવિયા (૫૦) પોતાનું બાઇક લઇને મોરબી નજીકના ખોખરા હનુમાનથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓ ટ્રકનો ઓવરટેક કરવા જતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને ટ્રકના તોતિંગ વ્હીલ તેના ઉપર ફરી વળ્યા હતા જેથી અજીતભાઈ ભવાનભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક આધેડ પોતાના બાઇકથી ટ્રકનો ઓવરટેક કરવા માટે જતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો છે અને તેમાં આધેડનું મોત નિપજ્યું છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે જુના જાંબુડીયા ગામ પાસે આઇસર નંબર જીજે ૩ એએક્સ ૭૧૯૨ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ઉપર જઇ રહેલા મનુભાઈ મેરામણભાઇ રાઠોડ (ઉંમર ૬૫) અને ઘોઘાભાઈ નટુભાઈ રબારી (ઉમર ૬૨) રહે. બંને કમળાપુર તાલુકો જસદણ વાળાને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
