વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જમાઈને સમજાવવા ગયેલા સસરા અને સાળા ઉપર જીવલેણ હુમલો


SHARE

















મોરબીના રણછોડનગરમાં જમાઈને સમજાવવા ગયેલા સસરા અને સાળા ઉપર જીવલેણ હુમલો

મોરબીનાં રણછોડનગરમાં રહેતી દિકરીને સંતાન બાબતે જમાઈ સાથે અવારનવાર બોલાચાલી થતી હતી જેથી કરીને દીકરીના પિતા અને તેનો ભાઈ જમાઈને સમજવા માટે ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા જમાઇએ તેના સસરા અને સાળા ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જેથી તે બંનેને ઇજાઓ થઇ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા સસરાએ તેના જમાઈની સામે જીવલેણ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની પાછળના ભાગમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા ફતેમહમદભાઇ અલ્લારખાભાઇ ખોડ જાતે મુસ્લીમ મિયાણા (૬૫) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ ઈમરાનભાઈ હનીફભાઇ જેડા રહે. રણછોડનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની દીકરી સલમાબેન અને જમાઈ ઇમરાનની વચ્ચે બાળકો બાબતે વારંવાર બોલાચાલી થતી હતી જેથી કરીને તે બાબતે સમજાવવા માટે તેઓ તેના દીકરા આસિફ (૨૪)ને સાથે લઈને ગયા હતા ત્યારે ઇમરાનને તે બાબતે તારું નહી લાગતા તેણે આવેશમાં આવીને પોતાની પાસે રહેલ છરી વડે તેના સસરા અને સાળા ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા આસિફ અને ફરિયાદી ફતેમહમદભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં જમાઈની સામે ઇજા પામેલા સસરાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે લઈને તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા તાલુકાના કાજરડા ગામની સીમમાં દાતારની જાડીમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૫૦ લીટર આથો તેમજ તૈયાર ૧૦ લિટર દેશી દારૂ અને અન્ય સાધનો મળીને કુલ ૭૦૦ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી પોલીસે ઇશાકભાઈ કાળુભાઈ સઘવાણી રહે. ભોળી વાંડ વિસ્તાર કાજરડા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News