મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

સરકારનો સાથ હોય તો પછી શું ઘટે..? : મોરબીના શિવપુરના ખેડૂત પિતા-પુત્ર મેળવે છે પ્રાકૃતિક ખેતી થકી અન્ય ખેડૂતો કરતાં ૩૦ ટકાથી વધુ વળતર


SHARE













સરકારનો સાથ હોય તો પછી શું ઘટે..? : મોરબીના શિવપુરના ખેડૂત પિતા-પુત્ર મેળવે છે પ્રાકૃતિક ખેતી થકી અન્ય ખેડૂતો કરતાં ૩૦ ટકાથી વધુ વળતર

પ્રાકૃતિક ખેતીથી કેરીનું ઉત્પાદન એટલે પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાજન : બાગાયતી ખેતીમાં રોપાની ખરીદીથી લઇને ફળના વેચાણ સુધી સરકાર ખેડૂતોની સાથે : સરકારની સબસિડીથી ૬૦૦ કેરીના રોપાનું વાવેતર કર્યુ અને આજે અમને મળી રહ્યુ છે મબલખ ઉત્પાદન : વિપુલભાઇ નરભેરામભાઇ ગામી

સરકારની સબસીડીથી કેરીના રોપાનું વાવેતર થાય અને તેમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તેનો ઉછેર થાય ત્યારે જે મિઠાશ કેરીમાં અને તેના અર્થોપાજનમાં ભળે તેનું ઉતમ ઉદાહરણ એટલે હળવદ તાલુકાના શિવપુરના ખેડૂત પિતા-પુત્રની જોડી.શિવપુરના નરભેરામભાઇ ગામીએ પોતાના ખેતરમાં સરકારની સબસીડીથી ૬૦૦ રોપાનું વાવેતર કર્યુ. આ રોપાઓને ઉછેરવામાં તેમણે અને તેમના પુત્ર વિપુલભાઇ ગામીએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું. દેશી ગાય આધારીત ખેતી કરતા હોવાથી તેમને ગાયના નિભાવ ખર્ચ માટે પણ સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે.સરકાર દ્વારા પાણી બચાવવાના ઝુંબેશના ભાગરૂપે જ્યારે ટપક સિંચાઇ પદ્ધતિને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે પણ સિંચાઇ માટે ટપક સિંચાઇ પધ્ધતિને અપનાવી જેના માટે પણ સરકારે સબસીડી આપીને ટેકો આપ્યો.રાજ્ય સરકારની આત્મા સંસ્થા સાથે સીધા જોડાયેલા વિપુલભાઇ સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના સમર્થક છે. ફાર્મર ફ્રેન્ડ તરીકે પણ આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે.

વિપુલભાઇ ગામી જણાવે છે કે, સરકારની સબસીડીથી અમે કેરીનું વાવેતર કર્યુ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કર્યું. આ દરમિયાન સરકાર દ્વારા ટપક સિંચાઇ પદ્વતિ માટે, દેશી ગાયના નિભાવ ખર્ચ વગેરે માટે વિવિધ યોજનાઓ હેઠળ લાભ મળ્યો ઉપરાંત બોકસ પેકિંગની સહાય માટે પણ અમે અરજી કરી છે. આ પ્રાકૃતિક ખેતી અને સરકારની વિવિધ યોજનાઓ થકી અમે સારૂ એવું અર્થોપાજન મેળવી રહ્યા છીએ.ખેડૂત અગ્રણી નરભેરામભાઇ ગામી જણાવે છે કે, સરકારની સહાય તો પાયામાં જ છે. ઉપરાંત સંપૂર્ણપણે અળસીયાની ખેતી અને પ્રાકૃતિક  ખેતીની પદ્વતિથી કેરીની ખેતી કરતા હોવાથી અમારી કેરીની બજારમાં વિશેષ માંગ છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી કરતાં હોવાથી પ્રાથમિક ખર્ચ ફક્ત ૨૫ ટકા જેટલો જ થાય છે. ઉપરાંત અન્ય ખેડૂત કરતાં ૨૦૦-૩૦૦ રૂપિયાનો વધારે ફાયદો પણ થાય છે.સરકાર ધરતીપુત્રોની આવક બમણી કરવાના હેતુથી વિવિધ યોજનાઓ અને સહાય દ્વારા ખેડૂતોની પડખે ઉભી છે ત્યારે બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. સરકાર દ્વારા રોપાની ખરીદીથી ફળ તૈયાર થઇને બજાર સુધી પહોંચે ત્યા સુધી વિવિધ સહાય અને સહકાર આપવામાં આવી રહયો છે. જેથી ખેડૂતોની આવક બમણી થઇ શકે અને ખેડૂતો સદ્ધર બની શકે.






Latest News