મોરબીમાં ઓટો કન્સલ્ટ વાળા યુવાનને કારના પાર્સિંગ મુદે માર મારનારા બે શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં ઓટો કન્સલ્ટ વાળા યુવાનને કારના પાર્સિંગ મુદે માર મારનારા બે શખ્સની ધરપકડ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જીની ઓટો (auto) લિન્ક નામની ઓફિસમાં વાહનની લોન તથા વાહન લે વેચનું કામ કરતા યુવાને નવી કાર અપાવી હતી જેના પાર્સિંગ માટે પૂછવા આવેલા શખ્સને બીજા દિવસે આવવાનું કહેતા તેને સારું લાગ્યું ન હતું અને તેને બીજા શખ્સને ત્યાં બોલાવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાનને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મુકેશભાઈ રણમલભાઇ સોઢીયા જાતે બોરીચા (ઉંમર ૩૯)એ દેવકરણભાઈ અણદાભાઇ પરમાર અને મોરભાઇની સામે મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, તે વાહન લે વેચનું અને વાહનની લોનનું કામકાજ કરે છે અને દેવકરણભાઈ પરમારને બહારના રાજ્યમાંથી નવી વેન્યુ કાર આપવી હતી તે કારના પાર્સિંગ માટે પૂછવા દેવકરણભાઈ પરમાર તેની ઓફિસે આવ્યા હતા ત્યારે મુકેશભાઈએ આવતીકાલે પાર્સિંગ માટે આવવાનું છે તેવું કહેતાં તે તેઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ ફોન કરીને મોરભાઈને ત્યાં બોલવ્યા હતા અને ત્યારબાદ બંનેએ ગાળો આપીને છૂટાહાથની મારામારી કરી હતી જેથી હોઠ ઉપર તેમજ ડાબા કાનની નીચેના ભાગમાં ઇજા કરી હતી અને બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે દેવકરણભાઈ અણદાભાઇ પરમાર જાતે સતવારા (૨૭) અને મયુર ઉર્ફે મોર મોહનભાઇ પરમાર જાતે સતવારા (૪૩) રહે. બંને બોની પાર્ક પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
