મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત સંપન્ન
લો બોલો, મોરબી પાલિકામાં કાયમી ઈજનેર જ નથી !: ટેકનીકલ કામો-ફિલ્ટર હાઉસ પટાવાળા, કલાર્ક અને રોજમદારોને હવાલે
SHARE









લો બોલો, મોરબી પાલિકામાં કાયમી ઈજનેર જ નથી !: ટેકનીકલ કામો-ફિલ્ટર હાઉસ પટાવાળા, કલાર્ક અને રોજમદારોને હવાલે
મોરબી નગરપાલિકા રાજ્યની એ-ગ્રેડની નગરપાલિકામાં આવે છે જો કે, તમને સંભાળીને આચકો લાગશે કે આ પાલિકામાં વર્ષોથી ટેકનીકલ બ્રાન્ચમાં કોઈ ઈજનેર નથી અને તેનથી પણ વધારે જટકો તમને એ વાત સંભાળીને લાગશે કે પાલિકામાં જે કામગીરી ઇજનેરને કરવાની હોય છે તે હાલમાં પાલિકાના કલાર્ક, રોજમદાર અને પટ્ટાવાળા પાસે કરાવવામાં આવી રહી છે જેથી અંદાજે ચાર લાખની વસ્તી ધરાવતું મોરબી શહેર હાલમાં રામભરોસે છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતીસ્યોક્તી નથી કેમ કે, વોટર વર્કસ, ભૂગર્ભ, બાંધકામ અને રોશની સહિતની બ્રાન્ચમાં ઈજનેર ન હોવાથી તે શાખાની મહત્વની દરેક કામગીરી નોન ટેકનીકલ કર્મચારી કરી રહ્યા છે આટલું જ નહિ છેલ્લા વર્ષોમાં પાલિકાના સ્ટાફમાં વધારો થવાના બદલે દિવસેને દિવસે ઘટાડો થઈ રહયો છે ત્યારે સરકાર દ્વારા સ્ટાફને લઈને ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલીક કે જે સરકારી કચેરી છે તે ૧૦૦ ટકા રોજમદાર કે પછી હંગામી કર્મચારીઓના હવાલે થઇ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
મોરબીમાં દર વર્ષે લોકોને સૂખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા લાખો નહિ કરોડો રૂપિયા પાણીની જેમ વાપરવામાં આવે છે તો પણ લોકોની સુવિધામાં આજ સુધી જોઈએ તેવો વધારો થયો નથી તે હક્કિત છે કોઈ પણ શહેરમાં સમાન્ય રીતે લોકોની માંગ લાઈટ, પાણી, રોડ રસ્તા અને ભુગર્ભ પુરતી જ હોય છે જો કે આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવો હોય તો પાલિકામાં ટેક્નીકાલ સ્ટાફ હોવો જોઈએ પરંતુ રાજ્યની એ-ગ્રેડની પાલિકાઓમાં જેનો સમાવેશ થાય છે તે મોરબી નગરપાલિકાની આજની તારીખે એક પણ ટેકનીકલ બ્રાન્ચમાં કાયમી ઈજનેર નથી જેના કારણે શહેરીજનોને વિતરણ કરવામાં આવતું પાણી શુધ્ધ કરવાની જવબદારી પણ પાલિકાના પટાવાળા તેમજ રોજમદર મજુરો દ્વારા કરવામાં આવી રહી છે
હાલમાં મચ્છુ-૨ માંથી પાણી ઉપાડીને તે પાણીને શુધ્ધ કરીને મોરબીના લોકોને પીવા માટે આપવાનું હોય છે ત્યાર પહેલા પાણીને શુદ્ધ કરવાની અને તેમાં કલોરીન નાખવા સહિતની કામગીરી કોઈ ટેકનિકલ સ્ટાફ નહીં પરંતુ રોજમદારો દ્વારા કરાવવામાં આવી રહી છે મોરબી પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં પાલિકામાં કોઈ કાયમી ઈજનેર ન હોવાથી ટેકનીકલ કામગીરી તેમજ કેમિસ્ટની જવાબદારી પણ મજૂરો, રોજમદારો અને પટાવાળા નિભાવી રહ્યા છે સામન્ય રીતે પાણી વિતરણ, ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ, બાંધકામ પરવાનીગી આપવા સહિતની કામગીરી ઈજનેર મારફતે જ કરવાની હોય છે પરંતુ વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દસકા કરતા વધારે સમયથી મોરબી પાલિકામાં ખાલી પડેલી ઈજનેરોની જગ્યાઓ ભરવામાં આવી નથી
જેના કારણે હાલમાં શહેરમાં જેટલા પણ વિકાસ કામો કરવામાં આવી રહયા છે તે તમામ રામભરોસે જ ચલતા હોય છે અને કેટલીક જગ્યાએ તો પાલિકાના પટ્ટાવાળા અધિકારીની જેમ ચેકિંગ કરવા માટે જતા હોય છે જે ખરેખર યોગ્ય નથી પરંતુ તેના સિવાઈ પાલિકા પાસે હાલમાં બીજો કોઈ વિકલ્પ પણ નથી મોરબી દિનપ્રતિદિન વસ્તી અને વિસ્તારની રીતે વધી રહ્યું છે ત્યારે શહેરમાં ટેકનીકલ કામ સારી રીતે થાય તે માટે પાલિકાની ખાસ કરીને વોટર વર્કસ, ભૂગર્ભ, બાંધકામ અને રોશની શાખામાં વહેલી તકે સરકાર દ્વારા ઈજનેરની ભરતી કરવામાં આવે તે જરૂરી છે નહીં તો પ્રજાએ ટેક્સ રૂપે ભરેલા રૂપિયા પાણીને જેમ ખર્ચવામાં આવશે તો પણ લોકોની સુવિધામાં વધારો નહીં થાય તે નિશ્ચિત છે
વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા સરકાર પાસે ઈજનેરોની માંગણી કરવામાં આવી રહી છે જો કે, આજની તારીખ સુધી સરકારમાંથી કોઈ કાયમી ઈજનેર મોરબી પાલિકાને ફાળવવામાં આવેલ નથી જેના કારણે ઈજનેરોને જે કામગીરી કરવાની હોય છે તે કામ પાલિકામાં પટાવાળા, કલાર્ક કે પછી રોજમદાર હોય તેવા કર્મચારી પાસે કરાવીને રૂટીન કામનું ગાડું ગાબડાવવામાં આવી રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, જેટ ગતિએ વિકસી રહેલા મોરબી શહેરમાં લોકો સુવીધાના કામો નોન ટેકનીકલ સ્ટાફની દેખરેખ હેઠળ થતા હોય છે એટલે જ તો કોન્ટ્રેકટરો દ્વારા લોટ, પાણી અને લાકડા જેવા કામો કરવામાં આવે છે જે ગણતરીના મહિનાઓમાં જ તૂટી જતા હોય છે
