મોરબીમાં ઓટો કન્સલ્ટ વાળા યુવાનને કારના પાર્સિંગ મુદે માર મારનારા બે શખ્સની ધરપકડ
મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોજાશે જિંગલ પ્રતિયોગિતા
SHARE









મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોજાશે જિંગલ પ્રતિયોગિતા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબીમાં સિંગલ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવેલ છે.જેમા મોરબી શહેરના વિદ્યાર્થીઓ અને યુવાનોને હકલ કરીને જો તમારામાં હુનર હોય તો તમે જીતી શકો છો રૂા.૨૫ હજારનું કેશ પ્રાઇઝ તેમ જણાવવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ અંગ્રેજી અને અન્ય યુએન ભાષાઓની સાથે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત કોઈપણ સત્તાવાર ભારતીય ભાષામાં ૨૫ થી ૩૦ સેકન્ડની અવધિની સ્ક્રિપ્ટ અને જિંગલ (વિજ્ઞાપન ગીત) તૈયાર કરીને મોકલવાનું રહેશે.જે માટે સંસ્થા દ્રારા અમુક નિયમો નકકી કરાયા છે.જે અનુસાર સ્પર્ધામા ભાગ લેનારાઓએ તેમની એન્ટ્રી ઉચ્ચ-ગુણવત્તાવાળી ઑડિઓ ફાઇલ તરીકે કોઈપણ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સાઉન્ડક્લાઉડ, યુટ્યુબ, ગૂગલ ડ્રાઇવ, ડ્રૉપબૉક્સ વગેરે પર અપલોડ કરી શકે છે. જિંગલ (વિજ્ઞાપન ગીત) યોગ્ય, સુસંગત અને આકર્ષક હોવી જોઈએ.ટિપ્પણીઓ વિભાગમાં (comment section) સાર્વજનિક રીતે ઍક્સેસિબલ લિંક દાખલ કરવી જોઈએ.સ્ક્રિપ્ટને પીડીએફના સ્વરૂપમાં પણ સબમિટ કરી શકાય છે.છેલ્લી તારીખ ૨૧ જુન હોય તે પહેલા એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.વિજેતા એન્ટ્રીને ૨૫ હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે.વધુ માહિતી માટે વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે. www.mygov.in અથવા મોબાઇલ નંબર 84697 61085 અથવા 79845 17111 ઉપર સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
