સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની શૈક્ષણિક સંસ્થાએ ધો. ૧થી ૩ માં અંગ્રેજી લાવવાના નિર્ણય મુદે શિક્ષણમંત્રીને કરાઇ રજૂઆત


SHARE

















મોરબીની શૈક્ષણિક સંસ્થાએ ધો. ૧થી ૩ માં અંગ્રેજી લાવવાના નિર્ણય મુદે શિક્ષણમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામક દ્વારા કલેક્ટર મારફતે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને ધો. ૧ થી ૩ માં અંગ્રેજી લાવવા માટે જે નિર્ણય કરવામાં આવેલ છે તેના માટે ફેર વિચારણા કરવાની રજૂઆત કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે, પ્રાચીન ભારતનો ઇતિહાસ વૈભવ અને ગૌરવપૂર્ણ રહ્યો છે પ્રાચીન સમયમાં શિક્ષણનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતનું હતું. જ્ઞાન પ્રાપ્તિ માટે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાપીઠોમાં સંસ્કૃત ભાષાનાં માધ્યમથી બધા જ વિષયોનું અધ્યયન કરતાં હતા અનેક વિધર્મી આક્રમણો વચ્ચે ભારત અડીખમ રહ્યું અને આર્થિક લૂંટહત્યાઓઅત્યાયારોધાર્મિક સ્થાનો પર કુઠરાધાત વચ્ચે પણ ભારત ભારતની સંસ્કૃતિસંસ્કારોખાન-પાનરીત-રિવાજોભાષાજીવનશૈલી અન્ન રહ્યા છે આપણાં ઉપર અંતિમ શાસન કરનાર અંગ્રેજોએ આ બધુ જોઈ આપણને બદલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી હતી અને માલીકોના બદલે નોકર (નોકરી) ની પ્રતિષ્ઠા વધી અંગ્રેજી ભાષાને મહત્વ આપીને આપણને હિનતાબોધ કરાવવાનો પ્રયત્ન ચાલે છે હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તુત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે આ તકે મોરબી શ્રી સરસ્વતી શિશુમંદિરની વ્યવસ્થાપક ટીમ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઇ બોપલીયા, જયંતિભાઈ રાજકોટિયા સહિતના હાજર રહ્યા હતા




Latest News