મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૮ વર્ષની દિકરીના બળાત્કારીને આકરી સજાની માંગ
મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન
SHARE









મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથીએ જુદાજુદા સેવાકીય કામોનું આયોજન
મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા ૧૭ જૂને સ્વ.ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિએ સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્વ.ધવલભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિએ રાંકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ અને એચડીએફસી બેન્કના સહયોગયથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે સવારે ૮ થી ૧ સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે
તેમજ શનાળાની શાળામાં સવારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ, શનાળા ગામની શાળામાં વૃક્ષારોપણ, રામઘાટ ખાતે બેન્ચ મુકાશે, સમર્પણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ, શોભેશ્વર મંદિર ખાતે પણ બેન્ચ મુકાશે, વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન, યદુનંદન ગૌશાળામાં ગાય માતાને ભોજન અને બપોરે ૩ કલાકે વાંકાનેર રેલવે સ્ટેશન પર અંતિમ કાર્યક્રમ યોજાશે અને વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ અને ૯૮૯૮૨ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
