મોરબીના વસંત પ્લોટમાંથી ૯૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
વાંકાનેર નવાપરામાં ગાળો આપવાની બાબતે બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
SHARE









વાંકાનેર નવાપરામાં ગાળો આપવાની બાબતે બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
વાંકાનેર નવાપરામાં નિશાળની સામેની શેરીમાં ગાળો આપવાની બાબતે બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો અને તેમાં ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરામાં નિશાળની સામેની શેરીમાં રહેતા ધીરૂભાઇ બીજલભાઇ અદગામા જાતે કોળી (૫૫)એ હકાભાઇ નારણભાઇ, અનીલભાઈ રમેશભાઈ, સુનીલભાઈ કમાભાઈ, વિજય કમાભાઈ, તુષારભાઈ મુકેશભાઈ, રાજનભાઈ હકાભાઈ, અર્જુનભાઈ હકાભાઈ, વિશાલભાઈ રમેશભાઈ તથા ત્રણ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરા જીગ્નેશે આરોપી અનીલભાઈ રમેશભાઈએ ગાળો આપેલ હતી તે બાબતનો રોષ રાખી આરોપીઓ લાકડીઓ તેમજ ધોકા જેવા હથિયાર ધારણ કરીને આવ્યા હતા અને ફરીયાદી તથા તેના પત્ની રંજનબેન ધીરૂભાઇ અદગામા (૫૦) સુતા હતા તે વખતે આરોપીઓએ ઝઘડો કરી ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યારે ફરિયાદીના પત્નીને ડાબા હાથે, ડાબા પગે તથા માથાના ભાગે ઇજા થઇ હતી અને આરોપીઓએ ફરીયાદી અને સાહેદને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
તો સામાપક્ષેથી નવાપરાના ખડીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ બાબરીયા જાતે કોળી (૩૯)એ ધીરૂભાઇ બીજલભાઇ અદગામા, રંજનબેન ધીરૂભાઇ અદગામા તથા તેના દીકરા જીગ્નેશ ધીરૂભાઇ અદગામા રહે. બધા નવાપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાણેજ અનીલ રમેશ વણોદાને આરોપી જીગ્નેશ ધીરૂભાઇ અદગામાએ ગાળો આપેલ હતી તે બાબતે ઠપકો આપવા માટે આરોપીના ઘરે જતા આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી ત્રણેય આરોપીઓએ લાકડી વતી માથામા તથા ડાબા હાથે ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી અને ફરિયાદી તેમજ અનીલ રમેશ વણોદાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આઈ.પી.સી. કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
