વાંકાનેર નવાપરામાં ગાળો આપવાની બાબતે બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
મોરબીના નીચી માંડલ ગામ પાસે ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
SHARE









મોરબીના નીચી માંડલ ગામ પાસે ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાની બાજુમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા ૪૦ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના પરિવારજનોને શોધવા માટે કવાયત શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે સેગા સીરામીકની બાજુમાં આવેલ બાબુભાઈ પ્રભુભાઈ કુંડારિયાના ખેતરમાં અજાણ્યા ૪૦ વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ થતા પરસોત્તમભાઈ બચુભાઈ પરમાર રહે. મહેન્દ્રનગર વાળા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના પરિવારજનોને શોધવા માટે થઈને પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે
ઝેરી દવા પીધી
હળવદ તાલુકાના અજીતગઢ ગામે દીપુભાઈ આહીરની વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા રમેશભાઇ ઠાકોરના પત્ની ચંપાબેન રમેશભાઈ ઠાકોર (ઉમર ૨૬)એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ કયા કારણોસર ઝેરી દવા પિશી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
