મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત
મોરબીના વિપુલનગરમાં મકાનમાંથી ૨૪ બોટલ દારૂ-૮ બિયરના ટીન સાથે એક પકડાયો
SHARE









મોરબીના વિપુલનગરમાં મકાનમાંથી ૨૪ બોટલ દારૂ-૮ બિયરના ટીન સાથે એક પકડાયો
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ વિપુલનગરના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૪ બોટલ અને બીયરના ૮ ટીન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૪૬૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને તેમની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેની પાસે ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં મહેન્દ્રનગર પાસે શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ઇન્દિરાનગર નજીક આવેલ વિપુલનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને જયેશ જગદીશભાઈ પરમાર નામના શખ્સના ઘરની અંદરથી દારૂની ૨૪ બોટલ અને બીયરના ૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૪૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં જયેશ જગદીશભાઈ પરમાર (ઉંમર ૨૬) રહે. વિપુલનગર શિવમ હોસ્પિટલ પાછળ ઇન્દિરા નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેના ઘરની અંદરથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
