મોરબીના વિપુલનગરમાં મકાનમાંથી ૨૪ બોટલ દારૂ-૮ બિયરના ટીન સાથે એક પકડાયો
મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદારે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે
SHARE









મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદારે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે
મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.૧૯ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સરદાર રોડ ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ લોહાણા મહાજન વાડી ખાતે રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમાં ફક્ત ૮૦ માં ૧૪૪ પેઇઝના ૭ ચોપડા આપવામાં આવશે અને આ લેવા માટે આવનારા બાળકોને વર્ષ ૨૦૨૨ ની ઓરીજનલ માર્કશીટ ઉપર જ આ ચોપડા આપવામાં આવશે અને આમાં કોઈપણ જ્ઞાતિ, ધોરણના વિદ્યાર્થીઓને એક રીઝલ્ટ ઉપર એક જ સેટ આપવામાં આવશે. આ સાથે અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ એકદમ રાહત ભાવે આપવામાં આવશે તેમજ મહિલાઓને સેનેટરી પેડ (૧૦ નંગનું પેકિંગ) તદ્દન ફ્રી આપવામાં આવશે તેમજ પક્ષી પ્રેમીઓને ચકલીના માળા પણ ફ્રીમા આપવામાં આવશે. અને જયા સુધી સ્ટોક હશે ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે ચોપડાનું વિતરણ કરવામાં આવશે. અને આ સંસ્થા દ્વારા કરવામાં આવતી અન્ય કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન આવકાર્ય છે. અને ડોનેશન આપવા માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ નો સંપર્ક કરવા જણાવ્યુ છે
