મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદારે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે
મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ
SHARE









મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ
મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરી હતી અને સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે જેને ધ્યાને રાખી મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહયા છે ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા તેવા પ્રયાસો કરવાની જરૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ ટુંડિયા, ડુંગરભાઇ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચાનીયા, ઈદ્રીશભાઈ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા શકીલભાઈ શેખ, રીયાજ અન્સારી અને દિપકભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા
