મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા વિવેક પટેલ સામે FIR કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજની માંગ
SHARE









ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા વિવેક પટેલ સામે FIR કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજની માંગ
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ વિષે નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલ તરફથી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ભારત દેશમાં અશાંતિનો તેમજ કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી તંગદિલી પેદા કરેલ છે એવા માહૌલમાં વિવેક પટેલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી ફરીથી અશાંતિનો માહોલ પેદા કરવા પલીતો ચાંપેલ છે તો આ શખ્સ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધી ગુન્હો દાખલ કરવા મોરબી મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામહુશેન પીલુડીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, હાલ આપણા દેશમાં નૂપુર શર્મા તેમજ નવીન જિંદાલ નામના વ્યક્તિઓએ માહોલ ખરાબ કરેલ છે અને અનેક રાજ્યોમાં અશાંતિનો માહોલ ઊભો થયો છે ત્યારે વિવેક પટેલ નામના વ્યક્તિએ અતિ ખરાબ શબ્દોનો ઉપયોગ મહાન પયગંબરની શાનમાં કરેલ છે જેથી મુસ્લિમ સમાજના લોકોની લાગણીઓને ખુબ ઠેસ પહોચાડેલ છે અને ગુજરાત રાજ્યની અંદર જ્યાં અત્યારે શાંતિ છે ત્યારે આ વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં અશાંતિનો માહૌલ કરવા માટે ચેષ્ટા કરેલ છે જેથી કરીને તેની સામે તાત્કાલિક એફ.આઈ.આર. નોંધી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે
