ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા વિવેક પટેલ સામે FIR કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજની માંગ
મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો
SHARE









મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો
મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારના સતવારા સમાજની આસ્થાનું પ્રતીક એવા રામજી મંદિરે ભીમ અગિયારસથી ભીમ અગિયારસ સુધીમાં વર્ષ દરમિયાન વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જેટલા પણ દીકરાઓના લગ્ન થયા હોય તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના દિવસે સામૂહિક દર્શન કરવા માટે રામજી મંદિરે આવ્યા હતા અને ભગવાનના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી આ તકે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી અને ત્યારે ટ્રસ્ટ વતી ધર્મેન્દ્રભાઈ કંઝારીય, શાંતિલાલભાઈ સોનગ્રા અને મોહનભાઇ પરમાર દ્વારા તમામને શુભકામના પાઠવવામાં આવી હતી
