મોરબી: ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સાહિત્ય છપાવવા માટે ૧૦ લાખની બજેટમાં કરી જોગવાઈ
SHARE









મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સાહિત્ય છપાવવા માટે ૧૦ લાખની બજેટમાં કરી જોગવાઈ
મોરબી જિલ્લા પંચાયતની નવ રચના વર્ષ - ૨૦૧૩ માં થયા પછી પ્રથમ વખત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ માટે જરૂરી સાહિત્ય જેમ કે શિક્ષકો માટે દર વર્ષે સી.આર.નિયમિત રીતે ભરવા માટેના સી.આર.પત્રકો, વિદ્યાર્થીઓ માટેની એલ.સી.બુક જન્મ તારીખના દાખલા અને જન્મ તારીખના દાખલા માટેની પહોંચ બુક, વિદ્યાર્થીઓના પરિણામ પત્રકો, વય પત્રક રજીસ્ટર તેમજ શાળાઓ માટે જરૂરી અગત્યનું સાહિત્યની ખુબજ જરૂર પડતી હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની રજુઆતને ધ્યાને લઈ ચેરમેન પ્રવીણભાઈ સોંનગ્રા તેમજ જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ તેમજ ચંદુભાઈ સિહોરા પ્રમુખ જિલ્લા પંચાયત-મોરબી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર વગેરેએ શિક્ષકોની, સંગઠનની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી રૂપિયા દશ લાખનું માતબર રકમનું બજેટ ફાળવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામનો આભાર પ્રકટ કરે છે.
