મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સાહિત્ય છપાવવા માટે ૧૦ લાખની બજેટમાં કરી જોગવાઈ
મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત
SHARE









મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતો યુવાન તેના કૌટુંબિક સાથે એકટીવામાં બેસીને રાજકોટ થઈને રાજસ્થાનમાં આવેલ જૂના રણુજા ફરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં લજાઈ ચોકડી પાસે હોટલ નજીક એકટીવા સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને પાછળ બેઠેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું અને વાહન ચાલકને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાએ એક્ટિવા ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડીથી આગળના ભાગમાં જઈ રહેલ એકટીવા નંબર જીજે ૩૬ એએ ૨૦૨૮ ના ચાલક ધનજીભાઈ મગનભાઈ મકવાણા રહે. લીલાપર રોડ નીલકમલ સોસાયટી વાળાના એક્ટિવામાં પાછળના ભાગમાં બેસીને દિનેશભાઈ અરજણભાઈ પરમાર (૪૮) રહે. નીલકમલ સોસાયટી વાળા જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જવાના કારણે દિનેશભાઇ પરમારને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં મૃતક દિનેશભાઈના દિકરા ચેતનભાઇ દિનેશભાઇ પરમાર (૨૫) રહે. નીલકમલ સોસાયટી વાળાએ એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે દિનેશભાઈ અરજણભાઈ પરમાર અને ધનજીભાઈ મગનભાઈ મકવાણા મોરબીથી એકટીવા લઈને રાજકોટ તરફ જતા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે તેઓ રાજસ્થાનમાં આવેલ જુના રણુજા મંદિરે દર્શન કરવા માટે અને ફરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દિનેશભાઇ પરમારનું મૃત્યુ નિપજયું છે અને અકસ્માતના આ બનાવના કારણે ચાર સંતાનોએ છત્રછાયા ગુમાવી છે
