મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત
હળવદના વિદ્યાપાર્કમાં બંધ મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૮ શખ્સ ૧.૫૩ લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE









હળવદના વિદ્યાપાર્કમાં બંધ મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૮ શખ્સ ૧.૫૩ લાખના મુદામાલ સાથે પકડાયા
હળવદમાં કન્યા છાત્રાલયની બાજુમા વિદ્યાપાર્ક વિસ્તારમાં બંધ મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૮ ઈસમોને જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ રૂપિયા ૧,૫૩,૨૩૦ નો મુદામાલ કબજે કરીન આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદના પીઆઇ એમ.વી. પટેલની સૂચના મુજબા સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હળવદમાં કન્યા છાત્રાલયની બાજુમા વિદ્યાપાર્ક હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા જાતે દલવાડી (૩૧) રહે. વિશ્વાપાર્ક કન્યા છાત્રાલયની બાજુમા વાળાના કબ્જા ભોગવટા મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા જાતે દલવાડી (૩૧) રહે. વિદ્યાપાર્ક કન્યા છાત્રાલયની બાજુમા હળવદ, શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવજીભાઇ ફીછળીયા જાતે કોળી (૩૨) રહે. સમથેરવા તાલુકો વાકાનેર, મુસ્તુફા સબીરભાઇ નોકર જાતે મુસ્લીમ (૨૪) રહે. વાકાનેર નવાપરા રોડ વોરાવડા, અલ્પેશભાઇ ઉર્ફે અપ્પુભાઇ વજાભાઇ ભરવાડ (૩૪) રહે. કુભારપરા હળવદ, વિકિન ઉર્ફે વિકીભાઇ જશુભાઇ શાહ જાતે વાણીયા (૩૩) રહે. લક્ષ્મીલોજ પાછળ મોચી બજાર હળવદ, રણછોડભાઇ મેહુલભાઇ મુધવા જાતે ભરવાડ (૨૬) રહે. નવા ધમલપર નં-૨ વીસીપરા વાકાનેર, મેહુલભાઇ રમણીકભાઇ ગોઠી જાતે પટેલ (૨૬) રહે. કણબીપરા હળવદ અને નીલેશભાઇ રમણીકભાઇ ગોઠી જાતે પટેલ (૨૬) રહે. કણબીપરા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧,૨૭,૭૩૦, ધોડી પાસા બે નંગ, ૪ મોબાઈલ ફોન કિંમત ૨૫,૫૦૦ મળી કુલ ૧,૫૩,૨૩૦ રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે
