સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

હળવદની પાંડતીરથ શાળામાં રીસર્ચ ફાઈન્ડીંગ શેરીગ વર્કશોપ યોજાયો


SHARE

















હળવદની પાંડતીરથ શાળામાં રીસર્ચ ફાઈન્ડીંગ શેરીગ વર્કશોપ યોજાયો

જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરીત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન- રાજકોટ દ્વારા શાળાઓમાં ગુણવત્તા અભિવૃદ્ધિ માટે અને શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ તાલીમ વર્ગો અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે,એ અન્વયે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ અધ્યાપકો દર વર્ષે શૈક્ષણિક સંસશોધન કરવામાં આવે છે. જેના તારણો શિક્ષકો સુધી પહોંચે અને વર્ગમાં અમલ થાય એ માટે સિલેકટેડ રિસર્ચ ફાઈડિંગ શેરિંગ વર્કશોપનું આયોજન હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રા.શાળામાં કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી સિલેકટેડ પચાસ જેટલા સી.આર.સી. કો.ઓર્ડીનેટરો તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, પ્રાચાર્ય ડાયટ રાજકોટ મીનાક્ષીબેન રાવલ, દીપાલીબેન વડગામા, હમીરભાઈ કાતડ, નિશાડબેન બાબી, પુરોહિતભાઈ લેકચરર ડાયટ રાજકોટ વગેરે અધિકારીઓ દ્વારા વિવિધ રિસર્ચનું શેરિંગ કર્યું હતું અને રોજ બરોજના શિક્ષણકાર્યમાં ઉપયોગ કરવા માટેની સમજ આપી હતી. વર્કશોપના આયોજનમાં શાળાના આચાર્ય તેમજ એચ.ટા.ટ. મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયાએ વર્કશોપને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પુરી પાડી હતી અને શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી




Latest News