હળવદના ચરાડવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ગુપ્તી વડે હુમલો
મોરબીનાં આમરણમાં રખડતી ગાયના ઝાડ ખાવા મુદે મારામારી: સાત વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયા
SHARE









મોરબીનાં આમરણમાં રખડતી ગાયના ઝાડ ખાવા મુદે મારામારી: સાત વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયા
મોરબી તાલુકાનાં આમરણ ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસે પૂનમ પાનના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હતી જેથી કરીને દુકાનદારે ભરવાડ સમાજ વિશે જેમ તેમ બોલતા મારા મારી થયેલ હતી અને તેનું સમાધાન કરવા માટે બેલા(આમરણ) ગામે ગયા હતા ત્યાં પણ મારામારી થયેલ હતી અને આ બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને સાત લોકોને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ બેલા (આમરણ) યદુનંદન સોસાયટીમાં રહેતા દેવાભાઇ લાખાભાઇ ખીટ જાતે ભરવાડ (૫૨)એ હાલમાં હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા રહે. બધા આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપી હર્શીતના પૂનમ પાન નામના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હતી જેથી આરોપીએ “ભરવાડ લોકો પોતાની ગાયો રખડતી મુકી દેસે અને ઝાડવા મોટા કરી ઇ ખાય જાય છે” તેમ કહી ભરવાડ સમાજ વિષે જેમ તેમ બોલતો હતો જેથી ફરીયાદીએ આરોપીને વ્યક્તિગત રીતે બોલવા તેમજ આખા સમાજ વિષે જેમતેમ નહી બોલવા કહ્યું હતું જે તેને સારું નહીં લગતા કહેતા આરોપી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા અને નાનજીભાઇ હીરજીભાઇ અઘેરાએ ફરીયાદીને આમરણ ખાતે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને બપોરના આશરે અઢી વાગ્યે બેલા ગામે સમાધાન કરવા બાબતે આરોપી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ભુંડાબોલી ગાળો આપી હતી અને ત્યારે ઝપાઝપી થઈ હતી અને સુંદરજીભાઇ અઘેરાએ ફરીયાદી આધેડને છરી વડે ડાબા હાથની હથેળીમા, યોગેશ દેવાભાઇ (૨૨)ને ડાબા હાથના કોણી ઉપર અને રાજુ દેવાભાઇ (૩૨)ને જમણા હાથમાં વચલી આંગળીમાં, લાલજીભાઇ દેવાભાઇ (૨૭)ને ડાબા ગાલ ઉપર અને ગેલા માચ્છા (૪૦) ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપી એક્ટ કલમ-૧૩પ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે
તો સામાપક્ષેથી આમરણ ડાયમંડનગરમાં રહેતા હર્ષિતભાઇ નાનજીભાઇ અઘેરા જાતે પટેલ (૩૪)એ દેવાભાઇ લાખાભાઇ ખીટ જાતે ભરવાડ, લાલજીભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ, રાજુભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ અને યોગેશભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ રહે. બધા બેલા (આમરણ) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની પાનની દુકાન પાસે વાવેલ ઝાડ રખડતી ગાય ખાતી હતી જેને તગડવા રસ્તે જતા માણસને હાકલ મારી હતી જે આરોપી આરોપી દેવાભાઇ ખીંટને નહીં ગમતા તેણે ફરીયાદી તથા નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા (૬૨) સાથે ઝઘડો કર્યો હતો અને નાનજીભાઇને માથાના ભાગે ઇંટથી ઇજા કરી હતી અને આરોપી લાલજીભાઇ દેવાભાઇ ખીંટએ ફરિયાદીને લોખંડના સળીયા વડે ડાબા હાથની હથેળીમાં તેમજ ડાબા ખભામાં ઇજા કરી હતી અને તેઓ સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપી એક્ટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધીને પોલીસે મારામારીના આ બનાવમાં સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
