મોરબીનાં આમરણમાં રખડતી ગાયના ઝાડ ખાવા મુદે મારામારી: સાત વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયા
મોરબી અને ટંકારાના કલ્યાણપરમાં જુગારની રેડ: ૯ આરોપીની ધરપકડ
SHARE









મોરબી અને ટંકારાના કલ્યાણપરમાં જુગારની રેડ: ૯ આરોપીની ધરપકડ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં કલ્યાણપર ગામે મેઈન બજારમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા આવી જ રીતે કુબેર ટોકીઝથી લખધીરપુર રોડ તરફના જવાના રસ્તા ઉપર જુગાર રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામે મેઈન બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે જાહેરમા જુગાર રમતા દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ (૫૨), કીશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા (૩૮), ભરતભાઇ વાધજીભાઇ ઝાપડા (૪૫), કેતનભાઇ જેરાજભાઇ ઢેઢી (૩૧), સલીમભાઇ દાઉદભાઇ ભાણુ (૪૫) અને કાદરભાઇ હસનભાઇ મકવાણા (૪૨) મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫૧૭૦ ના મુદ્દામાલ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં કુબેર ટોકીઝથી લખધીરપુર રોડ તરફના જવાના રસ્તા ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ત્યાં રેડ કરી હતી ત્યારે કનુભાઇ વાલજીભાઇ વાઘેલા (૨૧), વિનોદભાઇ લખમણભાઇ આધરોજીયા (૪૩) અને સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયા (૬૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૯૦૦ રૂપિયાની રોકડ કબ્જે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બગથળા ગામથી કાંતિપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક નંબર જીજે ૩૬ એમ ૫૪૯૭ લઈને પ્રવીણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ આર ૦૦૧૬ ના ચાલકે અડફેટે લીધા હતા જેથી પ્રવીણભાઈને શરીરે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પ્રવીણભાઈના ભાઈ નવતમભાઈ કલ્યાણજીભાઈ સુવારિયા (૪૮) રહે. રવાપર ઘુનડા રોડ લોટસ એપાર્ટમેન્ટ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
