ટંકારાની લજાઇ ચોકડી પાસે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
હળવદના ચરાડવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ગુપ્તી વડે હુમલો
SHARE









હળવદના ચરાડવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ગુપ્તી વડે હુમલો
હળવદ તાલુકાના ચરાડવા ગામે એસ.ટી.ના બસ સ્ટોપ પાસે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુપ્તી વડે હુમલો કર્યો હતો અને યુવાનને સાથળ તેમજ પેટના ભાગે ઇજાઓ કરી હતી અને શરીરે નાના મોટી ઇજાઓ કરેલ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂનાવાસમાં રહેતા ભરતભાઈ ચતુરભાઈ સોલંકી (ઉંમર ૩૧)એ હાલમાં ચરાડવા ગામે રહેતા સુરેશભાઈ બાબુભાઈ સોલંકીની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખીને સુરેશભાઈ બાબુભાઈ સોલંકીએ બસ સ્ટેન્ડ પાસે તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ સુરેશભાઈ સોલંકીએ તેની પાસે રહેલ ગુપ્તી વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને સાથળ તેમજ પેટના ભાગે ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત ભરતભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભરતભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીની સુરેશ સોલંકીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
