મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE

















હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૯૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે ૨૬૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને બે શખ્સના નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ડુંગરપુર સીમમાં દારૂને રેડ કરી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની ૯૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને પકડીને ૨૬૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસની તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી સિધ્ધરાજભાઈ ધીરુભાઈ ચૌહાણ રહે. માથક, પીન્ટુભાઇ અશોકભાઈ બોરણીયા રહે. માથક અને ધીરુભાઈ નાગજીભાઈ ચૌહાણ રહે. માથક વાળા ઉધડમાં જમીન રાખી ખેતી કરતા અને તે વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હતો જેથી પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને બે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

હળવદના અજીતગઢ ગામે દીપુભાઇની વાડીએ રહીને ખેત મજૂરી કરતા પરીવારના ચંપાબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૫ વર્ષીય મહિલાએ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ગાંધીધામ જી.કચ્છ(ભુજ) ના વતની દિલીપભાઈ ગીરધરલાલ ચૌધરી નામના ૩૦ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમા ઇજા

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં મધુબેન રવીનભાઈ ડાભી નામના ૪૮ વર્ષીય મહિલાને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મકનસર ગામ પાસે આવેલ કમાન્ડર વિટ્રીફાઈડમાં ઝેરી જનાવર કરડી જતા વિજયભાઈ ભૂરીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News