મોરબી પાલિકા સહિત જિલ્લામાં પીવાનું પાણી સમયસર આપવા અધિકારીને મંત્રી બ્રિજેશભાઈની તાકીદ
SHARE









મોરબી પાલિકા સહિત જિલ્લામાં પીવાનું પાણી સમયસર આપવા અધિકારીને મંત્રી બ્રિજેશભાઈની તાકીદ
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પીવાના પાણીના અંગે સમીક્ષા અંગેની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાલિકા સહિત જિલ્લામાં પીવાનું પાણી સમયસર આપવા અધિકારીઑને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તાકીદ કરી હતી
સરકાર દ્વારા દરેક નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી નિયત સમયે મળી રહે તે માટે વિવિધ પ્રકલ્પો દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પીવાના પાણીના વિતરણ તેમજ પાણી સંબંધિત પ્રશ્નોની સમીક્ષા અંગેની બેઠકનું રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લામાં ક્યાંય પણ પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠાના અધિકારીઓને તાકીદ કરી હતી. અને મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલીકાના પ્રતિનિધિઓ સાથે મોરબી શહેરમાં પીવાના પાણીનો કોઈનો પ્રશ્ન ન સર્જાય તેનો ચોક્કસ નિરાકરણ કરવા પાણી પુરવઠાના અધિકારીઓને સુચના આપી હતી.
ગ્રામિણ વિસ્તારોના જન પ્રતિનિધિઓ તેમજ સરપંચોએ પણ પાણીના પ્રશ્નો ન સર્જાય તે માટે પૂર્વ તૈયારી કરવા રજુઆત કરી હતી. જેમાં મોરબી તાલુકાના ગાળા, પિલુડી, રાપર, રવાપર(નદી), નાગડાવાસ વગેરે ગામોમાં સમયસર વારાફરતી પુરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મંત્રીશ્રીએ તંત્રને સુચન કર્યું હતું વિરપરડા ગામમાં બોરમાં સબ મર્શિબલ પંપ લગાવવા સુચના આપી હતી. નવા દહિસરામાં પણ ટુંક સમયમાં પાણીની નવી લાઈન ચાલુ કરવા વહીવટીતંત્રને તાકીદ કરી હતી. માળીયા તાલુકાના બોળકી, વેજલપર, રોહિશાળા, ચીખલી વગેરે ગામોમાં પણ પુરતુ પાણી મળી રહે તે માટે ત્વરિત નિવારવા લાવવા અધિકારીઓને સુચના આપી હતી.
ટંકારા તાલુકાના શક્તિનગર, જયનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી પ્રશ્નો ન સર્જાય તે માટે અધિકારીશ્રીઓને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવા જણાવ્યું હતું અને પાણીના સુચારૂ વિતરણ માટે ટેન્કરથી પાણી પહોંચાડવાની સુવિધા પણ ઉભી કરવા આ તકે જણાવ્યું હતું. ઉપરાંત જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને ખોટી રીતે પાણીનું ટીપુ પણ વેડફાય નહિં તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ સહિતના અધિકારીએ અને પદાધિકારીઓ હાજર રરહ્યા હતા
