મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો- અનાથ દિકરીઓની ફી માટે ૧૪ લાખ ઉઘરેજા પરિવારે અર્પણ કર્યા
વાંકાનેરના પંચાસિયા ગામની સહકારી મંડળીનો ૪ જુલાઈએ ફેંસલો
SHARE









વાંકાનેરના પંચાસિયા ગામની સહકારી મંડળીનો ૪ જુલાઈએ ફેંસલો
વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં કોનો વિજય થશે તે હજુ નિશ્ચિત નથી ત્યાં ધારાસભ્યના વર્ચસ્વ વાળી પંચાસિયા કિશાન સેવા સહકારી મંડળીમાં બેઠા થાળે ચૂંટણી યોજવામાં આવી હતી તેવા આક્ષેપ સાથે લવાદ કોર્ટમાં મામલો પહોંચયો હતો જેથી કોર્ટે ચૂંટણી યોજવા આદેશ કર્યો છે અને આગામી તા ૭ જુલાઇના રોજ ચૂંટણીનું મતદાન થશે
વાંકાનેરની પંચાસિયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી બેઠાથાળે કરવામાં આવી હતી અને કારોબારી રચાઈ ગઈ હતી જેથી કરીને આ મામલો લવાદ કોર્ટમાં પહોચ્યો હતો અને વહીવટદાર નિમી દેવામાં આવ્યા હતા અને આ મંડળીની તાત્કાલિક ચૂંટણી યોજવા માટે આદેશ કરવામાં આવેલ છે અને ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને તા. ૧૮ જુનના રોજ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરશે પછી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ૨૧ જૂને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરીને ૨૩ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૪ જુલાઈએ મતદાન યોજાશે અને તે દિવસે જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે
