વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકાના સર્વિસ રોડે ડીવાઇડર સાથે બાઇક અથડાતા એકનું મોત: એકને ઇજા
મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE









મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ જુલાઇ માસના છેલ્લા રવિવારે યોજવાનો છે જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલમાં માર્કશીટની નકલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આગામી ૧૦ તારીખ સુધી નકલ સ્વીકારવામાં આવશે તેવું સમાજના પ્રમુખે જણાવ્યુ છે
મોરબી રાજપુત સમાજના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે દરવર્ષે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે તેવી જ રીતે આ વર્ષે પણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમાજના પ્રમુખે અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી રાજપૂત સમાજ દ્વારા યોજાતો સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ જુલાઇ માસના છેલ્લા રવિવારે યોજવાનો છે અને તેમાં ધો. ૫ થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના છે તેના માટે વિદ્યાર્થીઓની માર્કશીટની નકલ તા. ૧૦/૭ સુધીમાં મહાવીરસિંહ જાડેજા ચાંદલી (તલાશ) મોરબી-૨ (૯૮૭૯૪ ૦૦૦૦૭), હરદેવસિંહ જાડેજા (હાઉસીંગ બોર્ડ) મોરબી-૨ (૯૮૨૫૧ ૯૫૯૬૧), દિલીપસિંહ પરમાર મોરબી-૨ (૯૮૨૫૨ ૧૪૩૪૪), મહાવીરસિંહ જાડેજા (નગરપાલીકા) (૯૯૨૫૦ ૨૦૨૪૯), જશવંતસિંહ ઝાલા (સૌમૈંયા સોસાયટી, વાવડી રોડ) (૯૦૩૩૬ ૦૦૩૦૩) અને રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ સનાળા રોડ) (૯૮૨૫૬ ૭૩૯૩૬) નો સંપર્ક કરીને પહોચડવાની રહેશે અને નક્કી કરેલ તારીખ પછી કોઇની પણ માર્કશીટની નકલ સ્વીકારવામાં આવશે નહિ
