મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત
SHARE









મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત
મોરબી પાલીકાના વોર્ડ નંબર-૨ ના સદસ્ય જયંતીભાઇ છગનભાઈ ઘાંટલીયાએ મોરબી સીટી મામલતદારને લેખીત રજૂઆત કરીને તેમના વિસ્તારમાં સસ્તા અનાજની નવી દકાન ખોલવામાં આવે તેવી માંગ કરી છે
હાલમાં તેને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં-૨ માં વીસીપરા તથા અમરેલી વિસ્તાર આવે છે અને ત્યાં આશરે પંદર હજારની વસ્તી છે હાલમાં આ વિસ્તારમાં સસ્તા અનાજની બે દુકાનો ચાલુ છે. અગાઉ ત્રણ દુકાનો હતી પરંતુ કોઈના હીતની ખાતર એક દુકાનદારે રાજીનામુ આપતા હાલમાં બે દુકાનો ચાલુ છે. જેના કાર્ડની સંખ્યા આશરે ૩૦૦૦ જેવી થાય છે. જેથી રેશન કાર્ડ ધારકને કલાકો સુધી દુકાનમાં વારો આવતો નથી. જેથી ગ્રાહકો હેરાન પરેશાન થાય છે. માટે નિયમાનુસાર વસ્તી ધોરણે અહીં ત્રીજી દુકાન ખોલવી જરૂરી છે.જેથી ગ્રાહકને સમયસર અનાજ મળી રહે અને જરૂરીયાતમંદને હેરાન થવું પડશે નહીં વધુમાં તેઓએ જણાવેલ છે કે મોરબીમાં સસ્તા અનાજની ધણી દુકાનો હાલ છેલ્લા ધણા સમયથી ચાર્જમા છે. જેમકે વાવડી રોડ, સ્ટેશન રોડ, શનાળા રોડ હાઉસીંગ બોર્ડ આવી દુકાનો લાગતા વળગતાઓને ચાર્જમાં આપીને ચલાવવામા આવે છે જેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
