મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત
મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર સાત શખ્સો દ્વારા છરી-લાકડાના ધોકા વડે હુમલો
SHARE









મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર સાત શખ્સો દ્વારા છરી-લાકડાના ધોકા વડે હુમલો
જીલ્લામાં વધતો જતો ક્રાઇમરેટ અને પોલીસની ઓસરતી જતી ધાક નાગરીકો માટે ચિંતાનો વિષય : મોરબીવાસીઓ
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં ગત મોડીરાત્રીના જૂની અદાવતમાં જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન ઉપર સાત ઇસમો દ્વારા છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા યુવાનને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો અને સારવાર લીધા બાદ યુવાનની પત્ની દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.અત્રે નોંધનીય છે કે જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટ જેટ ગતિએ વધી રહ્યો છે.લુંટ-ધાડ, ચીલઝડપ, વાહન અને ઘરફોડ તેમજ સામ ચોરી, જીવલેણ મારામારી અને અન્ય ચોરી સહિતના ગુનાઓમાં દિપ્રતીદીન વધારો થઈ રહ્યો હોય વધતો જતો ક્રાઇમ રેટ અને જિલ્લામાં ભરમાં ઓસરતી જતી પોલીસની ધાક જિલ્લાના નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક રોડ જુના મીઠાના ડેલા નજીક જલાલ ચોક પાસે રહેતા રહેમભાઇ વલીમામદભાઈ વીરમાણી જાતે સંધિ નામના ૩૨ વર્ષીય યુવાનને ગઈકાલ રાત્રીના મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે એડમીટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પત્ની રેશ્માબેન રહેમભાઈ વલીમામદ વીરમાણી જાતે સંધી (૩૦) રહે.કાલીકા પ્લોટ સીયન્ટીફીક રોડ મીઠાના ડેલા પાસે મોરબી વાળાઓએ તેમના વિસ્તારમાં જ રહેતા ઈરફાન કરીમ પારેડી, ડેનિસ કિશોર કથરેચા જાતે મિસ્ત્રી, રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા, હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપક ગોહેલ જાતે ખોડ, રોહિત જીવણદાસ બાવાજી, આરીફ ઈકબાલ ફલાણી અને સાહિલ ઉર્ફે સવો રહેમાન નામના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ રહેમભાઇ વિરમાણીને અગાઉ સામેના જૂથના ઈસમોએ સાથે મનદુઃખ ઝઘડો થયો હતો તે જૂની વાતનો રોષ રાખીને ગેરકાયદેસર મંડળી રચીને ઈરફાન, રવિ, રોહિત અને સાહિલ દ્વારા તેમના પતિને પેટ અને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા જ્યારે ડેનિસ, હાર્દિક અને આરીફ દ્વારા લાકડાના ધોકા વડે તેમના પતિ રહેમભાઈ વિરમાણીને માર મારવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા ઉપરોક્ત સાત શખ્સો સામે કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ (રાયોટીંગ), ૩૦૭ (હત્યાની કોસીસ) ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ધમકી આપવી તેમજ ૧૩૫ હેઠળ ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના મહેન્દ્રપરાના ઝાંપા પાસે રહેતા જયપાલસિંહ નાથુભા ચૌહાણ નામનો ૩૭ વર્ષીય યુવાન શહેરના શનાળા રોડ ઉપરથી જતો હતો તે દરમ્યાન અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતાં ઈજાઓ થતા જયપાલસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના ગાળા (કિશનપુર) ગામે રહેતો રમણીક ચતુરભાઈ કંજારીયા નામનો ૩૩ વર્ષીય યુવાન હળવદ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા રમણીકભાઈ કણજારીયાને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શકત શનાળા ગામના રહેવાસી વજાભાઈ રાજાભાઈ કૈડ નામના ૫૪ વર્ષીય આધેડ કંડલા બાયપાસ પાસેથી બાઇક લઇને જતા હતા ત્યારે રસ્તામાં ઓવરબ્રીડ પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેઓને અત્રેની એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
