મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર સાત શખ્સો દ્વારા છરી-લાકડાના ધોકા વડે હુમલો
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ વ્રજ ટાવરમાં રહેતો યુવાન ગુમ
SHARE









મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ વ્રજ ટાવરમાં રહેતો યુવાન ગુમ
મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વ્રજ ટાવરમાં રહેતો યુવાન તેના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તે ઘરે પરત આવેલ ન હોય તેની પત્નીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી છે.
મોરબીમાં મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાછળ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વ્રજ ટાવર બ્લોક નં-૩૦૧ માં રહેતા ર્નિવીશાબેન અલ્પેશભાઇ પરસાણીયા જાતે પટેલ (૩૨) એ તેના પતિ અલ્પેશભાઇ જેન્તીભાઇ પરસાણીયા જાતે પટેલ (૩૮) ગત તા.૧૧ ના રોજ ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને હજુ સુધી તેઓ પરત આવેલ ન હોવા અંગે કેફીયત આપતા પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને યુવાનને શોધવા માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
પગાર મુદ્દે મારામારી
મોરબીમાં આશરે ૨૦૦૦ જેટલાં નાના-મોટા કારખાના આવેલ હોય અને તેમાં ૫૦ હજારથી વધુ સ્થાનીક તેમજ પરપ્રાંતિય મજૂરો કામકાજ કરતા હોવાના લીધે છાશવારે મજૂરોના પગાર બાબતે મારામારીના બનાવો સામે આવતા હોય છે.તે રીતે જ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સ્વીમ વિટ્રીફાઇડમાં રહેતા ગજરાજ બેલાજી (૪૨), ફાટરૂભાઇ ગજરાજભાઈ (૨૦), અંજલી મુન્નાભાઈ (૨૭) અને બિન્દુબેન વન્યજભાઈ (૨૭) નામના ચાર મજુરોને હોલીસ વિટ્રીફાઈડ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તાલુકા પોલીસમાં જાણ થતાં બીટ વિસ્તારના મહિલા એએસઆઅ જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે કોન્ટ્રાક્ટર સાથે કરેલ મજૂરી કામના પૈસા બાબતે બોલાચાલી થયા બાદ માર મારવામાં આવ્યો હતો હાલ આ અંગે આગળની તજવીજ ચાલુ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના માનસર ગામે રહેતા ભીખાભાઈ ઘેલાજી ઠાકોર નામનો ૩૫ વર્ષીય યુવાન હળવદના ગોલાસણ પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે કાળાપીરની દરગાહ પાસે રહેતા સાબીર મહેબુબભાઇ જેડા નામનો ૧૩ વર્ષીય બાળક સાયકલમાં જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ હળવદના નવા અમરાપર ગામનો ભરત ગંગારામ ચાવડા નામનો ૩૩ વર્ષીય યુવાન હળવદ અને ખીરી રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક પણ સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા ભરતભાઇ ચાવડાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
