મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ વ્રજ ટાવરમાં રહેતો યુવાન ગુમ
વાંકાનેરના જેતપરડામાં વાડામાંથી ૩૧ બોટલ દારૂ-૨૪ બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
SHARE









વાંકાનેરના જેતપરડામાં વાડામાંથી ૩૧ બોટલ દારૂ-૨૪ બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના જેતપરડા ગામે વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૪૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર મળી ન આવતા તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન કૃષ્ણરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ ઝાલાને ખાનગી બાતમી આધારે વાંકાનેરના જેત્પરડા ગામે રહેતા રવજીભાઈ રણજીતભાઈના વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આ દારૂની ૩૧ બોટલ અને બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૪૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
